About

શીઆ ઈસ્નાઅશરી મોમીન જમાત, મેતા નો ઇતિહાસ

 • શીઆ ઈસ્નાઅશરી મોમીન જમાત, મેતાના  મોમેનીન પીર પાર્ટી જમાતમાંથી અલગ થયા તે સમયે એટલે કે 1954માં મુંબઈથી  સૈયદ અબુમોહંમદ (જે.પી.) તથા સૈયદ  ઝાકીર હુસૈન ફારુકી સાહેબ (બી.એ. પી.એચ.ડી.) પોતાની ટીમ  સાથે ઇન્ટરવ્યૂ  લેવા માટે મેતા  પધારેલ.
 • 1955માં શીઆ ઈસ્નાઅશરી ઈમામવાડા ટ્રસ્ટની નોંધણી કરવામાં આવી ત્યારે આ ટીમ ફરી મેતા પધારી હતી. 1955માં ઈમામવાડાના ઉદ્ઘાટન વખતે અમદાવાદ જમાત ના પેશ ઇમામ મૌલાના સૈયદ ઝફર અબ્બાસ સાહેબ મજલીશ પડી હતી.
 • 1958 માં તાનઝીમુલ મકતીબ, લખનૌના ફાઉન્ડર મૌલાના ગુલામ અસ્કરી સાહેબ 1958માં મજલીશ પઢવા મેતા પધારેલ હતા.
 • 1961-62 માં અમદાવાદ ખાતે ખોજ શીઆ ઈસ્નાઅશરી મસ્જિદ નું ઉદ્ઘાટન થયું ત્યારે અમદાવાદ થી જેમાં ગુલામ હૈદર મોમીન વકીલ, મુંબઈ ખોજ શીઆ ઈસ્નાઅશરી જમાતના પ્રમુખ હાજી અબ્દુલ કરીમ પંજુ, તથા ઉપ પ્રમુખ શેઠ યુસુફ ભાઈ ચીનાવાલા, શીઆ ઈસ્નાઅશરી માસિક તંત્રી જનાબ રાઝ હુસૈન ભાઈ એફ. જીલાલી, પત્રકાર જનાબ અસગર ભાઈ વાડીયા, જનાબ ફિદા હુસૈન  વાડીવાળા, હાજી હુસૈન અલી જી. મરચંટ (મેતા શી.ઈ.અશરી ઈમામવાડા ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી) વગેરે મુંબઈના પ્રતિનિધીઓ સાથે મેતાની મુલાકાત લીધી હતી.
 • જાફરી ફેડરેશન દ્વારા કાણોદર હુસૈન ટેકરી ખાતે 1964માં સૌ પ્રથમ અઝાદારી ના કાર્યક્રમની શરૂઆત કરી તે વખતે મૌલાના સૈયદ મોહંમદ અત્તહર સાહેબ (એમ.એ.) તથા મૌલાના સૈયદ અબ્બાસ રીઝવી સાહેબે મેતા ની મુલાકાત લીધી હતી.
 • 1966માં ઈતર મુસ્લીમ કૌમના લોકો ઝરીહ મુબારકનો રસ્તો રોક્યો ત્યારે બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી શાંતિલાલ શાહ તથા ડી.એસ.પી. સાહેબે મુલાકાત લઇ સમાધાન કરાવ્યું હતું.
 • નવા ઈમામવાડાના બાંધકામ વખતે વર્લ્ડ ફેડરેશનના પ્રમુખ હાજી હૈદર ભાઈ મેતા જમાત ની મુલાકાત લીધી હતી. 1997માં વર્લ્ડ ફેડરેશનના પ્રમુખ અલ્હાજ મુલ્લા અસગર એમ.એમ. જાફર મુલાકાત લીધી હતી.
 • શીઆ ઈસ્નાઅશરી મોમીન જમાત, મેતાના  મોમીનભાઈઓ પીર પાર્ટીમોંથી જુદા થયા ત્યારે ધાર્મિક ક્રિયાઓ માટે જગ્યાની જરૂરિયાત ઊભી  થઇ. આ માટે જુદા થયેલ ભાઈઓ સ્થાનિક ફાળો કરી રૂપિયા 2500 માં ઈમામવાડા માટે જમીન ખરીદી. તેના પાર બાંધકામ માટે સૌ પ્રથમ આયતુલ્લાહ શેખ મોહમ્મદ હસન નજફી સાહેબ (મુજતહીદ) પોતાના તરફ થી રૂપિયા 100 દાન પેટે આપી શુભ શરૂઆત કરી. ત્યાર પછી ખોજ શીઆ  ઈસ્નાઅશરી જમાત, અમદાવાદના પ્રમુખ હાજી બચુભાઈ નૂરભાઈ જાફરીની કોશીશોથી મુમ્બાસાના સદગૃહસ્થ મારફતે રૂપિયા 5000 દાન પેટે મળ્યા. કાણોદર ના મોલવી રાજમોહંમદ ડી. મશહદીની  કોશીશોથી કરાંચી (પાકિસ્તાન) ના શેઠ હાજી જેઠા ભાઈ ગોકળની પેઢીમોંથી રૂપિયા 3000નું દાન મેળવી આપ્યું. કાણોદર ના મોમીન ભાઈઓ તરફથી ફાળો મળેલ. આમ સૌના સાથ-સહકારથી ઈમામવાડાનું કામ પૂરું કરવામાં આવ્યું.
 • મોલવી સાહેબોના રહેઠાણ માટે જરૂરિયાત ઉભી થતાં  1962-63 માં ઈમામવાડા નજીકની જગ્યાની ખરીદી માટે મુંબઈના હાજી રજબઅલી પીરભાઈ ઈબ્રાહીમ તથા હાજી હુસૈન અલી જી. મરચંટ મુંબઈ ની મહોરદાર હાજીયાણી જરીનાબેન ના ટ્રસ્ટમાંથી મદદ મળી. આ જગ્યા પાર મોલવીઓના રહેઠાણ માટે બાંધકામ મૌલાના અબુલકાસીમ સાહેબની હાજરીમાં પૂરું થયું હોવાથી આ મકાનનું નામ અબુલકસીમ મંઝીલ રાખવામાં આવ્યું.(હાલ જ્યાં હાર્ટી માર્ટ છે તે બિલ્ડીંગ)
 • ત્યારબાદ ઈમામવાડા અને અબુલકસીમ મંઝીલ વચ્ચેની જગ્યા સ્થાનિક જમાતના બિરાદરો ના ફાળા થી ખરીદવામાં આવી. ત્યાર પછી ઈમામવાડાના ઉપર પહેલા માળાનું  બાંધકામ સ્થાનિક ભાઈઓ-બહેનો તથા  અમદાવાદ ના દાતાઓના સાથ સહકારથી પૂરું કરવામાં આવ્યું.
 • 1976-77 માં મસ્જીદ માટે જમીન ખરીદવામાં આવી. આના માટે હાજી હુસૈન અલી જી.મરચંટના સાથીઓનો સહકાર મળ્યો. 1977 માં મસ્જીદની પાયા વિધિ કરવામાં આવી. મસ્કતમાં રહેતા કાણોદર ના વાતની જનાબ મોહંમદઅલી વજીરભાઈ ચૌધરીનો સહકાર મળતાં કામની શરૂઆત કરવામાં આવી પછી તો સ્થાનિક ભંડોળ તેમજ કાણોદરના મોમીન બિરાદરો તથા દેશ-વિદેશના  મોમીન બિરાદરો જેમાં હાજી હુસૈનઅલી જાફર (મુમ્બાસા) તથા તેમના જમાઈ અલ્હાજ મુર્તુઝા લાખા વગેરેના સહકાર થી મસ્જીદના કામને પૂરું કરવામાં આવ્યું.
 • મસ્જીદનું  કામ પૂરું થતાં નવા ઈમામવાડાની જમીન સ્થાનિક જમાતના ભાઈઓના ફાળાથી ખરીદ કરવામાં આવી. આ ઈમામવાડાના બાંધકામમાં હાજી હુસૈનઅલી જાફર તથા અલ્હાજ મુર્તુઝા લાખાના સહકારથી શરૂઆત કરવામાં આવી. ત્યાર પછી અલ્હાજ મુલ્લા અસગર સાહેબે વર્લ્ડ ફેડરેશન તરફથી અને આયતુલ્લાહ સૈયદ મોહંમદ મુસવી સાહેબ તરફથી સહાય મળતાં કામને આગળ વધાર્યું. આમ દેશ-વિદેશના મોમીનભાઈઓના સાથ સહકાર થી ઈમામવાડાના કામને પૂર્ણ કરવામાં આવ્યું.
 • આપણી જમાતની શરૂઆત થઇ ત્યારે હિમાયતુલ ઇસ્લામ, મુંબઈ તરફથી મૌલાનાના પગાર પેટે મદદ મળતી હતી. આ ઉપરાંત ઘણાં લાંબા સમય સુધી કણોદરના એક મોમીનભાઈ નામે તાહીર અલી સિદ્ધપુર એક વહોરાને ત્યાં નોકરી કરતા હતા તેઓ આપણી જમાત ને મદદરૂપ તવા દર મહિને નિયમિત રૂપિયા 5 મોકલી આપતા હતા. તથા કાણોદર ના હાજી કુરબાન અલી હસન અલી મોદી દર મહિને રૂપિયા 20 આપણી જમાતમાં મોકલી આપતા હતા. આ રકમો મોલવી સાહેબના પગારમાં ઉપયોગમાં લેવામાં આવતી. ત્યાર પછી માસુમીન ટ્રસ્ટ, ભાવનગર દ્વારા હાજી ગુલામઅલી ભાણજી (હાજી બાપા) મારફતે મદરસા  માટે મદદ મળવાની ચાલું થઇ. માસુમીન ટ્રસ્ટ બંદ થતાં આ સહાયતાનું કામ હુસૈની એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, ભાવનગરે ઉપાડી લીધું. જે આજે પણ આપણા મદરસાને સહાય કરે છે.
 • મેતા ખાતે કાયમી ઝરીહ મુબારક 1960માં બનાવવામાં આવી હતી. જે મેતા તથા કાણોદર જમાતના મોમીન ભાઈઓના ફંડફાળાથી કણોદરવાળા જનાબ મોહંમદભાઈ દોસનની દેખરેખ હેઠળ કાણોદર મુકામે બનાવી હતી.
 • 1962 માં મુંબઈથી પંજુ શેઠની સરપરસ્તી હેઠળ એક ડેપ્યુટેશન મદરસાના બચ્ચાંઓનું ઈમ્તિહાન લેવા માટે મેતા ખાતે આવ્યું હતું. જેમાંથી ઈસ્નાઅશરી માસિકના તંત્રી જનાબ રઝહુસૈનભાઈ એફ. જલાલી તથા ફિદાહુસૈનભાઈ વાડીવાળાએ બચ્ચાંઓનું ઈમ્તિહાન લીધું હતું. તેમાં કાચની બરણીઓ વગેરેનું ઇનામ આપવામાં આવ્યું હતું.
 • મેતા શીઆ ઈસ્નાઅશરી મોમીન માનતની સ્થાપનાની શરૂઆતથી માંહે રમઝાન મુબારકમાં કુરાનખાનીમાં અમદાવાદના હાજી બચુંભાઈ નૂરભાઈ જાફરી તરફથી ઇનામ વહેંચણી લાંબા સમય માટે કરવામાં આવી હતી. તેઓ આપણી જમાતના મેનેજીંગ ટ્રસ્ટી પણ હતા. 1976માં તેઓ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું.(આજે અમદાવાદમાં રહેતા આપના નેક ફરઝંદ હાજી મોહંમદરઝાભાઈ જાફરી વટવા ખાતે મોટી સંખ્યામાં સાદાત મોમીનોની સહાય કરે છે.)

જમાત ના પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી

જમાત ના પ્રમુખ

હાજી કુરબાન હુસૈન કે. નાંદોલિયા

+91-9867446585

જમાત ના સેક્રેટરી

જનાબ નબીહસન એ. પલસાણીયા

+91-9879594674

જમાત ના ખજાનચી

જનાબ અલીરઝા એસ. સુણસરા

+91-9879424504

જાણો જમાત ની ટોટલ વસ્તી

700

જમાતની ટોટલ વસ્તી

400

ભાઈઓ

300

બહેનો

100

મર્હૂમીન

© Copyright - www.shiajamatmeta.com