જાફરી યુથ ફેડરેશન, મેતા નો ઇતિહાસ | History of Jafari Youth Federation, Meta

          ખુદાના ફઝલો કરમથી અને અઇમ્માએ માસુમીન અ.ના સદકાથી ઇમામ હુસૈન અ.ની વિલાદતના શુભ પ્રસંગે સમાજના સર્વાંગી વિકાસના શુભ આશયથી 1990માં સંસ્થાની શરૂઆત કરી હતી. તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ, કન્યાઓને મફત પુસ્તકો આપી નેક કામની શરૂઆત કરવામાં આવી. 1992માં ZCSS ની મદદ લઇ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી 1994માં ભાડાના મકાનમાં શૈક્ષણિક ટયુશન ક્લાસ શરુ કર્યા. આ કામગીરીને ફળદાયક બનાવવા 1996માં ZCSS ની સહાય લેવામાં આવી. ફળ સ્વરૂપે 1990માં એક પણ દીકરી હાઇસ્કુલમાં ન હતી. જે 1998માં સૌ પ્રથમ SSC ની પરીક્ષા પાસ કરી. દિકરાઓ હાઇસ્કુલથી આગળ વધી શક્ય ન હતા તેઓ કોલેજમાં પ્રવેશ કર્યો.

          આવા ફળદાયક પરિણામોથી પ્રેરાઈને ટયુશન ક્લાસને આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો. ભાડાના માંકણમો પડતી તકલીફોને દૂર કરવા પોતાના મકાન માટે જમીન ખરીદી કરી ટ્યુશન ક્લાસ માટે જરૂરી વર્ગોના બાંધકામ માટે શરૂઆત કરવામાં આવી. વર્લ્ડ ફેડરેશનના ભારત ખાતેના પ્રતિનિધી અલ્હાજ ઔનઅલીભાઈ સાલેમોહંમદ ZCSS ના ચેરમેન અલ્હાજ મોહંમદભાઈ વીસરામ સાથે 2002 માં મુલાકાત કરાવી અમારા પ્રોજેક્ટની રજૂઆત કરી. ખુદાના ફઝલથી આ પ્રોજેક્ટ મંજુર થતા ટયુશન ક્લાસ માટેના મકાનની કામગીરી આગળ વધારવામાં આવી. ZCSS ના ચેરમેન અલ્હાજ સજ્જાદભાઈ તેજાણીએ જૂલાઇ-2003મોં પ્રોજેક્ટની મુલાકાત દરમિયાન આ એ બિલ્ડિંગમાં ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ સારું કરવા પ્રોત્સાહિત કાર્ય. આ અંગેની સરકારી કાર્યવાહી ચાલું કરવામાં આવી. સરકાર તરફથી મંજૂરી મળતા જ ખુદાના ફાજલથી જૂન-2004 માં સ્કૂલ ની શરૂઆત પણ થઇ ગઈ.

          સમય જતા પ્રિ-પ્રાયમરી વિભાગ અલગ કરવાની જરૂરિયાત ઉભી થતાં બેટા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી આ પ્રોજેક્ટને મંજૂરી મળતાં સ્કૂલ ની પાછળના ભાગમાં જૂનું મકાન ખરીદી સમારકામ કરાવી પ્રિ-પ્રાયમરી વિભાગ અલગ શરુ કર્યો. સમય અને વિકાસને કોઈ સીમાડા ના હોય. તેમ શાળાનો વિકાસ થતાં સમયને આધીન હાઈસ્કૂલ વિભાગ શરુ કરવાની જરૂરિયાત ઉભી થઇ. આ વખતે પણ બેટા ચેરીટેબલ ટ્રસ્ટને હાઈસ્કૂલના પ્રોજેક્ટની રજૂઆત કરવામાં આવી. અલ્હાજ મોહંમદભાઈ વીસરામ તથા અલ્હાજ માસુમભાઈ ગુલામહુસૈન સંસ્થાની મુલાકાત લીધી. સ્કૂલ બિલ્ડીંગ ના ટેરેસ પર આ માટે જરૂરી બાંધકામ કરવાની મંજૂરી આપતાં કામગીરી શરુ કરી. ખુદાના ફઝલથી જુન-2014માં આ એ બિલ્ડીંગનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું. આગામી વર્ષે ધોરણ-9 ચાલુ થાય તે માટે સરકારી કાર્યવાહી ચાલું છે મંજૂરી મળતા આગામી જૂન-2015 થી ધોરણ-9 ની શરૂઆત થશે. ઈ.અ. અત્રે ઉલ્લેખનીય છે કે, બહારગામ થી આવતા વિધાર્થીઓની તકલીફોને ધ્યાનમાં રાખી સ્કુલ બસ પણ બેટા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા પ્રત્યક્ષ અને પરોક્ષ સાથ સહકાર આપનાર તમામનો આભાર માનવામાં આવે છે.

અમોએ આ જગ્યા પાર માત્ર ટયુશન ક્લાસનું નાનું સપનું જોયું હતું પરંતુ બેટા ચેરીટેબલ ટ્રસ્ટ તથા વર્લ્ડ ફેડરેશનના ટ્રસ્ટીઓ અમારા સ્વપ્નાને પાંખો આપી. જેના લીધે ટયુશન કલાસને બદલે શાળા બની. જેનો સેંકડો બાળકો ફાયદો ઉઠાવે છે. સખીદાતાઓને એ જાણીને ખુશી થશે કે ટયુશન કલાસથી થોડાક બાળકો લાભ લઇ શકતા હોત. જયારે આપ લોકોના સાથ સહકારથી આ બિલ્ડીંગ બાળકોથી ધમધમતી થી ગઈ. અને વર્ષો સુધી હજારો-લખો બાળકો લાભ લઇ શકશે. શાળાથી લગોલગ અઢી એકર જેટલી જમીન સંસ્થા પાસે છે. અમો આગામી દિવસોમાં આ એ જગ્યામાં બોયઝ સ્કૂલ અલગ કરવા તથા ચાલું બિલ્ડીંગમાં ગર્લ્સ વિભાગ શરુ કરવા ઈરાદો રાખીએ છીએ. આ ઉપરાંત અભ્યાસ પૂરો કરી આજીવિકા માટે ટેક્નીકલ કામ શીખવા ઇચ્છતી બહેનો માટેના ટ્રેનિંગ વર્ગો શરુ કરવા વિચારણા હેઠળ છે. ઉમ્મીદ છે કે બેટા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સાહેબો અમારા આ પ્રોજેક્ટને આગળ વધારવામો જરૂર મદદ કરશે. ઈ.અ.