Jafari Youth

જાફરી યુથ ફેડરેશન, મેતા

ખુદાના ફઝલો કરમથી અને અઇમ્માએ માસુમીન અ.ના સદકાથી ઇમામ હુસૈન અ.ની વિલાદતના શુભ પ્રસંગે સમાજના સર્વાંગી વિકાસના શુભ આશયથી 1990માં સંસ્થાની શરૂઆત કરી હતી. તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ, કન્યાઓને મફત પુસ્તકો આપી નેક કામની શરૂઆત કરવામાં આવી. 1992માં ZCSS ની મદદ લઇ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી 1994માં ભાડાના મકાનમાં શૈક્ષણિક ટયુશન ક્લાસ શરુ કર્યા. આ કામગીરીને ફળદાયક બનાવવા 1996માં ZCSS ની સહાય લેવામાં આવી. ફળ સ્વરૂપે 1990માં એક પણ દીકરી હાઇસ્કુલમાં ન હતી. જે 1998માં સૌ પ્રથમ SSC ની પરીક્ષા પાસ કરી. દિકરાઓ હાઇસ્કુલથી આગળ વધી શક્ય ન હતા તેઓ કોલેજમાં પ્રવેશ કર્યો.

આવા ફળદાયક પરિણામોથી પ્રેરાઈને ટયુશન ક્લાસને આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો. ભાડાના માંકણમો પડતી તકલીફોને દૂર કરવા પોતાના મકાન માટે જમીન ખરીદી કરી ટ્યુશન ક્લાસ માટે જરૂરી વર્ગોના બાંધકામ માટે શરૂઆત કરવામાં આવી. વર્લ્ડ ફેડરેશનના ભારત ખાતેના પ્રતિનિધી અલ્હાજ ઔનઅલીભાઈ સાલેમોહંમદ ZCSS ના ચેરમેન અલ્હાજ મોહંમદભાઈ વીસરામ સાથે 2002 માં મુલાકાત કરાવી અમારા પ્રોજેક્ટની રજૂઆત કરી. ખુદાના ફઝલથી આ પ્રોજેક્ટ મંજુર થતા ટયુશન ક્લાસ માટેના મકાનની કામગીરી આગળ વધારવામાં આવી. ZCSS ના ચેરમેન અલ્હાજ સજ્જાદભાઈ તેજાણીએ જૂલાઇ-2003મોં પ્રોજેક્ટની મુલાકાત દરમિયાન આ એ બિલ્ડિંગમાં ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ સારું કરવા પ્રોત્સાહિત કાર્ય. આ અંગેની સરકારી કાર્યવાહી ચાલું કરવામાં આવી. સરકાર તરફથી મંજૂરી મળતા જ ખુદાના ફાજલથી જૂન-2004 માં સ્કૂલ ની શરૂઆત પણ થઇ ગઈ.

સમય જતા પ્રિ-પ્રાયમરી વિભાગ અલગ કરવાની જરૂરિયાત ઉભી થતાં બેટા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી આ પ્રોજેક્ટને મંજૂરી મળતાં સ્કૂલ ની પાછળના ભાગમાં જૂનું મકાન ખરીદી સમારકામ કરાવી પ્રિ-પ્રાયમરી વિભાગ અલગ શરુ કર્યો. સમય અને વિકાસને કોઈ સીમાડા ના હોય. તેમ શાળાનો વિકાસ થતાં સમયને આધીન હાઈસ્કૂલ વિભાગ શરુ કરવાની જરૂરિયાત ઉભી થઇ.

School News & Activities

© Copyright - www.shiajamatmeta.com